Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢથી ઓટા તરફ જતાં રોડ પર બાઈક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

  • March 28, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઓઝર ગામની સીમમાં સોનગઢથી ઓટા તરફ જતા નેશનલ હાઈવે પર એક બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં નિશાણા ગામનાં વારલી ફળિયામાં રહેતા ગીરીશભાઈ બુધિયાભાઈ સામેરા (ઉ.વ.35) નાંઓ તારીખ 16/03/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/19/AB/2616ને સોનગઢનાં ઓઝર ગામની સીમમાં સોનગઢથી ઓટા તરફ જતા નેશનલ હાઈવે પર પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક રોડ ઉપર સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માતમાં ગીરીશભાઈને માથામાં તેમજ જમણા હાથે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા પહેલા પ્રાથમિક સારવાર હિંદલા સરકારી હોસ્પીટલમાં તેમજ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પીટલમાં ચાલુ સારવાર દરમિયાન તારીખ 20/03/2024નાં રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હરેશભાઈ સામેરા નાંઓએ તારીખ 25/03/2024નાં રોજ અકસ્માત અંગે સોનગઢ પોલીસ મથકે જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application