Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરાઈ

  • August 03, 2022 

ઉચ્છલ ઘટકમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા વિશ્વ સ્તનપાન સત્તાની ઉજવણી અંતર્ગત તારીખ 1/8/2022નાં રોજ ICDSનાં લાભાર્થીઓ સગર્ભામાતા ધાત્રીમાતા, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય તેમજ જન્મનાં પ્રથમ કલાકમાં સ્તનપાન કરાવવાના ફાયદા, 6 માસ સુધી ફક્ત સ્તનપાન અને છ માસ બાદ ઉપરી આહારની શરૂઆત, ઉત્તમ પોષણ અને ખાદ્ય સુરક્ષા અને અસમાનતામાં ઘટાડાના ભાગરૂપે દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા સમજે જે માટે જનજાગૃતિ ભાગરૂપે પ્રતિજ્ઞા તથા રેલનું આયોજન કરવામાં આવેલ હતું.




જેમાં પોષણને લગતા સૂત્રો, વિશ્વ સ્તનપાન સપ્તાહનાં સૂત્રો, ઉચ્ચાર સાથે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લીલી ઝંડી બતાવી રેલીનું શુભારંભ કરાવવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહીત તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓએ તથા પીએસઆઇ, એસઆઇ તથા પોલીસ સ્ટાફ તેમજ ICDS સ્ટાફ આંગણવાડી વર્કરો તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ તથા અન્ય સ્ટાફ અને ICDS કચેરી ઘટક ઉચ્છલનાં લાભાર્થીઓ સર્ગભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ અને 3 થી 6 વર્ષનાં બાળકો મળી કુલ 356 ઉપસ્થિત રહી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીને સફળ બનાવવામાં આવ્યું હતું.




વધુમાં દરેક ગામોમાં સરપંચની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયત સ્તરે પોષણ પંચાયત, સ્તનપાનને સમર્થન આપવા પ્રતિજ્ઞા, સ્તનપાન અંગે સમુદાય/કુટુંબના સભ્યોનું સેનિટાઈઝેશન, રેલી માટે જાગૃતિ, ANC અને PNC માતાઓની ગૃહ મુલાકાત, THR, MMY અને PSYનો પ્રચાર-પ્રસાર અને સોશિયલ મીડિયા ગ્રુપોમાં સંદેશાઓની વહેચણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application