કુકરમુંડાનાં આશાપુર ગામનાં રહીશ રાકેશ પ્રતાપસિંગભાઈ ગાવીત અને આમોદા-મૌલીપાડા ગામની અંજનાબેન બંને પતિ પત્ની તરીકે રહેતા હતા. તે વચ્ચે અંજનાબેન છેલ્લા અઢીમાસ પહેલા ગુમ થતાં જે બાબતે રાકેશભાઈ તથા તેમના પત્નીનાં પરિવારજનો વચ્ચે ટકરાર થતી રહેતી હતી. જયારે બંને પક્ષો એકબીજા ઉપર આક્ષેપો કરતા રહ્યા હોય તેવા સંજોગોમાં તારીખ 13/4/2023નાં રોજ સસરા વિજયસિંગ દાવાભાઈ વસાવા (ઉ.વ.૬૨) ઉપર રાકેશે કોયતાનાં ઉપરા છપરી ઘા ઝીંકી દીધા હતા.
જયારે પિતાને બચાવવા દોડી આવેલ પ્રકાશભાઈને પણ રાકેશભાઈએ ઇજા પહોંચાડી ધમકી આપી હતી. તેમજ ગંભીર રીતે સસરા તથા સાળા ઉપર હુમલો કર્યા બાદ જમાઈ રાકેશભાઈ બીજા આરોપી પ્રતાપસિંહ દામુભાઈ ગાવિત સાથે બાઈક ઉપર બેસી ભાગી ગયા હતા, ઘટના અંગે ગુનો નોંધાતા પોલીસે રાકેશ પ્રતાપસિંહભાઈ ગાવીત તથા પ્રતાપસિંહ દામુભાઈ ગાવિતની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application