મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણ ગામનાં ડુંગરી ફળિયાનાં સીમમાંથી પસાર થતાં વ્યારા ઉનાઈ રોડ ઉપરનાં કાકડવા પાટિયા પાસે બે મોટર સાઈકલ વચ્ચેનાં અકસ્માતમાં ત્રણ મહિલાઓને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે ડોલવણ પોલીસે ફરિયાદ નોંધી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ ગામનાં ડુંગરી ફળિયાનાં સીમમાંથી પસાર થતાં વ્યારા ઉનાઈ રોડ ઉપર કાકડવા પાટિયા પાસેથી શુક્રવારે મોડી સાંજે જયશ્રીબેન જગદીશભાઈ ગામીત (રહે.વરજાખણ ગામ, નિશાળ ફળિયું, ડોલવણ) નાઓ પોતાના કબ્જાની હોન્ડા કંપની એકટીવા મોટરસાઈકલ નંબર GJ/26/AC/8638 ઉપર પોતાની કાકી સાસુ ચંદનબેન મનોજભાઈ ગામીત અને નિર્મળાબેન ધર્મેશભાઈ ગામીત સાથે કાકડવા ગામે સસ્તા અનાજની દુકાને જતા હતા.
તે સમયે એક ડ્યુટ કંપનીની KTM મોટરસાઈકલ ગાડી નંબર GJ/21/BH/9399નો ચાલક પોતાના કબ્જાની મોટરસાઈકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી જયશ્રીબેન મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જયશ્રીબેનને જમણા પગે પંજાની ઉપરના ભાગે ફેકચર કરી તેમજ શરીરે ઓછી વત્તી ઈજા થયેલ હતી.
તેમજ પાછળ બેસેલ બંને જણા જેમાં ચંદનબેન મનોજભાઈ ગામીત નાઓને જમણા પગના ઘૂંટણ તથા નળા ઉપર તેમજ ઘુટીના ભાગે ફેકચર થયેલ હતું અને નિર્મળાબેન ધર્મેશભાઈ ગામીત નાઓને શરીરે ઓછી વત્તી ઈજા પહોંચી હતી. જોકે ત્રણેય ઈજાગ્રસ્ત મહિલાઓને 108ની મદદથી પહેલા ડોલવણ રેફરલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જયશ્રીબેન ગામીત નાએ ડોલવણ પોલીસ મથકે KTM મોટરસાઈકલનાં ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500