મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણ તાલુકાનાં અલગ અલગ ત્રણ ગામમાંથી પોલીસે વગર પાસ પરમીટે દેશી દારૂ સાથે બે મહિલા સહીત ત્રણ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ડોલવણનાં કલકવા ગામનાં તળાવ ફળિયામાં રહેતી બુટલેગર મહિલા ભારતીબેન હમેશભાઈ હળપતિનાં ઘરમાં તપાસ કરતા એક પ્લાસ્ટીકનાં કેનમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. બનાવ અંગે રોનકકુમાર ગામીતની ફરિયાદનાં આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી મોડી સાંજે ગડત બીટ વિસ્તારમાં પ્રોહી. ગુનાની રેડમાં નીકળ્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે ડોલવણનાં ઉમરકચ્છ ગામનાં નવીવસાહત ફળિયામાં રહેતી મંગીબેન લલ્લુભાઈ ચૌધરીનાં ઘરમાં તપાસ કરતા મહિલાનાં ઘરનાં પાછળનાં ભાગે ખુલ્લી પજારીમાં એક પ્લાસ્ટીકનાં કેનમાં ભરેલ દેશી દારૂ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે દિવ્યેશભાઈ ગામીતની ફરિયાદનાં આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જયારે ત્રીજા બનાવમાં ડોલવણનાં બાગલપુર ગામે રહેતા માનસીંગભાઈ કાંતુભાઈ ચૌધરીનાં જે પોતાના ઘરે ચોરી છુપીથી દારૂનું વેચાણ કરે છે જે બાતમીનાં આધારે ડોલવણ પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર પહોંચી તપાસ કરતા ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગે એક પ્લાસ્ટીકની થેલીમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી કમલેશભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે પકડાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500