Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ટેમ્કા ગામે જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

  • September 12, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના ટેમ્કા ગામના ડેરી ફળિયામાં આવેલ જંગલમાં ઝાડ નીચે બેસી જુગાર રમતા ત્રણ જુગારીઓ પોલીસ રેઈડમાં ઝડપાતા કાર્યવાહી કરાઈ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ મોડી સાંજે સોનગઢ પોલીસ સ્ટેશન બીટ નંબર-3માં પ્રોહી. તથા જુગારની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ટેમ્કા ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટેમ્કા ગામના ડેરી ફળિયામાં જંગલ નાકાથી અંદર જંગલમાં મહુડાના ઝાડ નીચે બેસી પૈસા વતી ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ પોલીસે સ્થળ ઉપરથી દાવ પરના રૂપિયા અને અંગઝડતીનાં રૂપિયા તથા જુગાર રમવાના સાધનો નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



ઝડપાયેલ ત્રણ જુગારીઓ...

1.જસ્ટીન વાડીલાલભાઈ ગામીત (રહે.મસાનપાડા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

2.દિનેશ રતિલાલભાઈ ગામીત (રહે.ટેમ્કા ગામ, ડેરી ફળિયું, સોનગઢ) અને

3.દિલીપ બારકિયાભાઈ ગામીત (રહે.ટાપરવાડા ગામ, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application