મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ ખાતેનાં મેઈન બજારમાં આવેલ સરકારી વસાહતનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બાઈકનું સ્ટેરીંગ લોક તોડી અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં નવી કાચલી ગામમાં રહેતો આયુષભાઈ વિષ્ણુભાઈ વસાના જેઓ ઉચ્છલ ખાતે મેઈન બજારમાં કોમ્પ્યુટર ગ્રાફિક્સની દુકાન ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે તેઓ ગત તા.04/08/2023નાં રોજ સવારનાં 10:00 વાગ્યાનાં અરસામાં પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/J/4106 જેની કિમંત રૂપિયા 20,000/- જે દુકાનની સામે આવેલ સરકારી વસાહતનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. પરંતુ પાર્ક કરેલ બાઈકનું કોઈ અજાણ્યો ચોર ઇસમ કોઈક રીતે સ્ટેરીંગ હેન્ડલનું લોક તોડી બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તારીખ 10/08/2023નાં રોજ આયુષભાઈએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચોરી અંગેની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application