Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં ગંભીર ઈજાને કારણે ગાયસવાર ગામનાં યુવકનું મોત

  • February 22, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં ગાયસવાર ગામનાં 21 વર્ષીય યુવકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ગાયસવાર ગામનાં મોટુ ફળીયામાં રહેતો જોગ્યાકુમાર બાલિયાભાઇ ગામીત (ઉ.વ.21) નાએ પોતાની કબ્જાની યુનીકોન બાઈક નંબર GJ/26/R/5368ને લઈ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચીમકુવા ગામની સીમમાં આવેલ રોડ ઉપરથી પસાર થતો હતો.







તે સમયે નવા બનતા ગરનાળા પાસે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી રોડ ઉપર બનતા નવા ગરનાળા ઉપરથી બાઈક કુદાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં રોડ ઉપર પડી જતા યુવકનાં માથામાં તેમજ કપાળનાં ભાગે ડાબી આંખની ઉપર ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે બાલીયાભાઈ ગામીત નાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી હતી. ​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application