કુકરમુંડા તાલુકાનાં મૌલીપાડા ગામનાં રહી મજૂરી કરીને જીવન નિર્વાહ કરનાર યુવક પવનભાઈ લક્ષ્મણભાઈ વળવી જે તુલસા ગામે મોટી બહેનનાં ઘરે રહેતો હતો. જોકે રાતના આશરે દસેક વાગ્યાનાં અરસામાં તેમની બહેન પાસે દેવમોગારા ખાતે માતાના દર્શન કરવા જવા માટે બાઈકની ચાવી માંગી હતી પણ બહેનએ ના પાડતા યુવકનાં મનમાં ખોટું લાગી આવ્યું હતું અને ઘરેથી નીકળી ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુકરમુંડાનાં મૌલીપાડા ગામનાં રહેવાસી પવનભાઈ લક્ષ્મણભાઈ પાડવી (ઉ.વ.23)નાની મોટી બહેન હંસાબેનનાં લગ્ન કુકરમુંડાના તુલસા ગામે થયેલ હોય અને હાલમાં પવન તેમની બહેન સાથે રહેતો હતો. જોકે ગત તા.21ની રાતના આશરે દસેક વાગ્યાના અરસામાં તેમની બહેનના ઘરે બેઠા હતા.
તે સમયે યુવકે બીજા દિવસે દેવમોગરા ખાતે માતાનાં દર્શન કરવા જવા માટે બહેન પાસે બાઈકની ચાવી માંગ કરી હતી. પરંતુ બહેનએ ચાવી આપવા ના પાડી દેતા યુવકના મનમાં ખોટું લાગી યુવક રાતના જ બહેનના ઘરેથી નીકળી ગયો હતો અને કાવઠા ગામની સીમમાં તાપી નદી પુલના પાળી ઉપર મોબાઈલ મૂકીને તાપી નદીના પાણીમાં પડી જઈને કે કૂદી જઈને નદીના પાણીમાં ડૂબી જતા મરણ ગયેલ હતો.
જોકે યુવકનો મૃતદેહ કુકરમુંડાનાં ગાડીત ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં પાણીમાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે હસુબેન લક્ષ્મણભાઈ વળવી દ્વારા નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500