મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ચોરવાડ ગામે આવેલ વડીલો પાર્જીત ખેતીમાં ખેડાણ કરવા બાબતે પિતા-પુત્રએ આવી બોલાચાલી કરી અને એકદમ ઉશ્કેરાઈ જઈ ધમકી આપ્યાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢનાં ચાકળીયા ગામનાં મોટું ફળિયુંમાં રહેતા દાનીયેલભાઈ શંભુભાઈ ઉર્ફે શામુભાઈ ગામીત નાઓ બુધવારના રોજ બપોરના સમયે ચોરવાડ ગામે આવેલ ખેતરમાં પોતાનું ટ્રેકટર નંબર GJ/26/N/4690 લઈને ખેડાણ કરવા માટે પિતા શંભુભાઈ ઉર્ફે શામુભાઈ ગામીતઅને ભાઈ સાજન સાથે જઈ રહ્યા હતા.
તે દરમિયાન ગણેશભાઈ ઉર્ફે ગુણવંતભાઈ નુરજીભાઈ ગામીત (રહે.ચોરવાડ ગામ, દુકાન ફળિયું, સોનગઢ) નાંઓ પોતાના હાથમાં એક વાંસના ડંડો લઈ આવી દાનીયેલભાઈનાં પિતા શંભુભાઈ ઉર્ફે શામુભાઈ સાથે બોલાચાલી કરી અને પોતાના હાથમાં રાખેલ ડંડા વડે તેમના જમણા હાથ ઉપર મારી કોણીનાં ભાગે ફેક્ચર કર્યું હતું તેમજ સ્નેહલ ગણેશભાઈ ઉર્ફે ગુણવંતભાઈ ગામીત નાંએ પાછળથી એકદમ આવી અને ઉશ્કેરાઈ જઈ દાનીયેલભાઈ અને સાજનભાઈને કહેવા લાગ્યા હતા કે, ‘મારા પિતાને કઈ કર્યું તો તમારી કબર અહિયાં જ બનાવાતે’ તેવી ધમકી આપી હતી. આમ ખેતરમાં ખેડાણ કરવા બાબતે થયેલ ઝઘડા અને ધમકી આપી જતાં રહેતા દાનીયેલભાઈ ગામીતએ સોનગઢ પોલીસે પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500