Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં દોણ ગામનો બુટલેગર ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

  • July 10, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં દોણ ગામનાં એક ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગેથી ઈંગ્લીશ દારૂનાં મુદ્દામાલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી પ્રોહી. સ્કોડ પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારનાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, દોણ ગામનાં દાદરીમાં એક લિસ્ટેડ બુટલેગર પોતાના ઘરે ચોરી છુપીથી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો દોણ ગામનાં દાદરી ફળિયા ખાતે આવતાં એક ઈસમ હાજર મળી આવતાં પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ભીમસીંગભાઈ સરધીયાભાઈ ગામીત (ઉ.વ.41, રહે.દોણ ગામ, દાદરી ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું.




ત્યારબાદ પોલીસે ઘરમાં તેમજ ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગે તપાસ કરતા એક પ્લાસ્ટિકનાં મીણીયા કોથળામાં ઈંગ્લીશ દારૂની બોટલો મળી અવી હતી. બનાવ અંગે પકડાયેલા બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application