Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર : ‘બજારમાં જાઉં છું’ કહી યુવકે નદીમાં કુદકો મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી

  • August 06, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં જુના હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં પાણીમાં મહારાષ્ટ્રનાં 19 વર્ષીય યુવકે કુદી જઈ આત્મહત્યા કરી લેતા આસપાસનાં લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનાં તળોદા તાલુકાનાં જેનવાડીનાં રહીશ ઓજસકુમાર સુનિલભાઈ સોનાર જેઓ ગત તારીખ 02/08/2023નાં રોજ સાંજના આશરે 05:30 વાગ્યાનાં અરસામાં પોતાના ઘરેથી, ‘તળોદા બજારમાં જાઉં છું’ કહી પોતાની નંબર વિનાની મોપેડ બાઈક લઈને નીકળ્યો હતો.



ત્યારબાદ ઓજસકુમારે નિઝરનાં જુનાહથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં હથોડા પુલ ઉપર મોપેડ બાઈક મૂકી દઈ કોઈક અગમ્ય કારણસર તાપી નદીમાં કુદકો મારી આત્મહત્યા કરી લીધી હતી. જયારે  યુવકનો મૃતદેહ તારીખ 04/08/2023નાં રોજ જુનાહથોડા ગામની સીમમાં નદી કિનારેથી મળી આવ્યો હતો. બનાવ અંગે મનોજભાઈ મધુકરભાઈ સોનાર નાએ નિઝર પોલીસ મથકે જાણ કરતા નિઝર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application