મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-53 ઉપર આવેલ માંડલ ટોલનાકા સોનગઢ તરફ આવતાં ટ્રેક ઉપર આવેલ સુલભ શૌચાલય પાસે એ.ટી. બસનાં ચાલકે બાઈક આગળ ઉભેલ ઈસમે અડફેટે લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સિવાણ ગામનાં ધર્મનંદન સોસાયટીમાં રહેતા ગુલાબભાઈ શ્રીધરભાઈ પાટીલ (ઉ.વ.52) નાઓ તારીખ 26નાં રોજ પોતાના મિત્ર મુકુંદભાઈ લાલજીભાઈ ઝાલાની બાઈક નંબર GJ/05/SY/1194 લઈને નંદુરબાર ખાતે જવા નીકળ્યા હતા.
તે દરમિયાન બારડોલી વ્યારા થઈને સોનગઢનાં માંડલ ટોલનાકું પાસ કરી ટોલનાકાથી થોડે આગળ સુલભ શૌચાલય પાસે પેશાબ પાણી કરવા માટે ઉભા રહેલ હતા અને બાઈક સાઈડમાં ઉભી રાખી હતી. તે દરમિયાન વ્યારા તરફથી એક લાલ કલરની એસ.ટી. બસ ચાલક પોતાના કબ્જાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઈડમાં ઉભી કરેલ બાઈકને અડફેટમાં લીધી હતી.
જોકે આ અકસ્માતમાં આગળ ઉભેલ જીતેન્દ્રભાઈ વિરેન્દ્રભાઈ યાદવનાં માથાનાં ભાઈ ઈજા પહોંચતા 108ની મદદથી વ્યારા સરકારી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખાતે રીફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ગુલાબભાઈ પાટીલ નાએ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500