સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી રીક્ષામાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે રીક્ષા ચાલકને ઝડપી પાડી રૂપિયા ૨૮ હજારનો ઈંગ્લીશ દારૂ સહિત કુલ રૂપિયા ૮૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જોકે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તા.૧૨/૦૬/૨૦૨૩ નારોજ સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી હાઇવે માર્ગ પરથી એક રીક્ષા નંબર જીજે/૧૫/ટીટી/૭૬૨૮ને ઝડપી પાડી તપાસ કરતા રીક્ષાના પાછળના ભાગેથી એક કાળા કલરના ધાબળામાં ભારતીય બનાવટની ઈગ્લીશ દેશી દારૂ મળી આવ્યો હતો.
જોકે સીલબંધ કુલ બોટલો નંગ-૧૨૦ જેની કુલ કિં.રૂ ૨૮,૮૦૦/-ના પ્રોહી મુદ્દામાલની મળી આવ્યો હતો. આ મામલે રીક્ષા ચાલક મોહમ્મદ જાવીદ સીદ્દીકી શેખ (ઉ.વ.૩૨., રહે.૪૭૧ ટાંકી ફળીયુ, ઉન, તા.ચોર્યાસી જી.સુરત) નાની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર નવાપુર (મહારાષ્ટ્ર)નાં રૂપેશભાઈ નાઓની પાસેથી ભરેલ તથા પ્રોહી. મુદ્દામાલ સાથે ભરનાર રમિઝખાન સલીમખાન પઠાણ (રહે.ઉન, તળાવ ફળીયુ, તા.ચોર્યાસી જી.સુરત) નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મીની ફરિયાદના આધારે ઈંગ્લીશ દારૂ અને પકડાયેલા રીક્ષા ચાલક પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન તેમજ રીક્ષા મળી કુલ રૂપિયા ૮૩,૮૦૦/-નો મુદ્દામાલ કબજે સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500