Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા પોલીસ સ્ટેશનનો પ્રોહી. ગુન્હાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • July 12, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારા કોર્ટની બહારથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારા કોર્ટની બહારથી મુકેશ રમેશભાઈ ધોડી (ઉ.વ.42., રહે.સડક ફળિયું, જમ્બુરી ગામ. તા.ઉમરગામ, જિ.વલસાડ)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application