મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કપુરા ગામનાં ત્રણ રસ્તા પાસેથી કારમાં વગર પાસ પરમીટે દારૂ લઈ જતાં ડીંડોલીનાં બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જયારે આ કામે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. વ્યારા પોલીસ સ્ટાફનાં માણસોને બુધવારનાં રોજ ખાનગી રાહે બાદમી મળી હતી કે, એક સફેદ કલરની વોકસ વેગન કારમાં બે ઈસમો દારૂનો જથ્થો ભરી અંતરિયાળ રસ્તે બંધરપાડા-સરૈયા, કપુરા થઈ સુરત જનાર છ.
જે બાતમીનાં આધારે વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો કપુરા ત્રણ રસ્તા ખાતે આવી બાતમીવાળી કારની વોચમાં ઊભા હતા. તે દરમિયાન બાતમીવાળી કાર નંબર GJ/04/BE/7600ને આવતા જોઈ હાથનો ઈશારો કરી ઉભા રાખવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે પોતાના કબ્જાની કાર વાલોડ તરફ ભગાડી મૂકી હતી જેથી પોલીસ સ્ટાફનાં માણસોએ ફિલ્મી ઢબે પીછો કરી કપુરાથી રૂપવાડા-અંબાચ-વેડછી સર્કલ થઈ વાલોડ તરફ પસાર થતા કારને રોકવાનો પ્રયાસ કરવા છતાં કાર ચાલકે પોતાની કાર ઉભી રાખી નહીં હતી.
જેથી વ્યારા પોલીસે ફોન દ્વારા વાલોડ પોલીસને જાણ કરતાં વાલોડ પોલીસનાં માણસોએ વેડછી સર્કલ પાસે નાકાબંધી કરી આયોજન પૂર્વક કાર રોકી લીધી હતી પરંતુ કારના પાછળનાં ભાગે અકસ્માત થતાં નુકશાન પહોંચ્યું હતું. ત્યારબાદ પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, દિનેશ ઉર્ફે વિકી અશોકભાઈ પાટીલ (રહે.સાંઈ વિલાસ સોસાયટી, ડીંડોલી, સુરત)નાં હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની બાજુમાં બેસેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ કિરણ જગતસિંહ રાજપુત (રહે.ફ્લાવર ગાર્ડન પાસે, ડીંડોલી, સુરત)નાં હોવાનું જણાવ્યું હતું.
જોકે બંનેની વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નવાપુર ખાતેથી સુનીલ ઉર્ફે વકીલ વિલાસ પાટીલ (રહે.ડિંડોલી, સુરત) નાંએ ભરાવી આપ્યો હતો. આમ, પોલીસે કારની ડીકીમાંથી મળી આવેલ ભારતીય બનાવટની બીયરની ટીન કુલ 479 નંગ, 2 નંગ મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 2,57,900/-નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ભારતીય બનાવટની બીયરની ટીન ભરી આપનાર એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500