Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં ચોખીઆમલી ગામે જમીન બાબતે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર યુવક સામે પોલીસ ફરિયાદ

  • September 28, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : કુકરમુંડા તાલુકાનાં ચોખીઆમલી ગામમાં રહેતા મયુરીબેન રામસીંગભાઇ પાડવી જેઓ પોતાના માસી સાથે રહે છે જેથી મયુરીબેનનો ભાઈ નરેશભાઇ મળવા આવતા મયુરીબેન તથા તેમના માસી ઘરનાં બહાર ઉભા રહી વાતો કરી રહ્યા હતા. તે સમયે મયુરીબેનનો મામાનો દિકરો ફતેસિંગભાઇ સુરપસિંગભાઇ વળવી (રહે.ચોખીઆમલી ગામ, કુકરમુંડા) નાઓ આવીને મયુરીબેનનાં માસીને કહ્યું કે “આ મકાન તથા તેના બાજુની જગ્યા માર બાપની છે તે અત્યારે જ ખાલી કર” તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા.




તે દરમિયાન છોડાવવા માટે નરેશભાઇ વચ્ચે પડતા નરેશભાઇને નીચે પાડી દઈ અને ઇંટ હાથમાં પકડી ઝડબાના ભાગે તથા જમણી આંખ ઉપર ઘા મારી દઈ ગંભીર ઇજાઓ પોંહચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે નિઝર પોલીસે ગતરોજ મયુરીબેન પાડવીની ફરિયાદનાં આધારે ફતેસિંગ વળવી વિરુદ્દ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application