મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ નગરનાં પુલ ફળિયા માંથી પસાર થતી વાલ્મીકી નદીનાં કિનારે આવેલ ખુલ્લી જગ્યામાં હાર-જીતનો જુગાર રમતા ચાર ઈસમો પોલીસ રેડમાં ઝડપાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, હાલમાં ગણપતિ ઉત્સવની ઉજવણી થનાર હોય જેથી જિલ્લામાં ચાલતી પ્રોહી. જુગારની પ્રવૃત્તિને નાબુદ કરવા પ્રોહી. જુગારની ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેથી પરિમાણલક્ષી કામગીરી કરવા શુક્રવારનાં રોજ વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડનાં પુલ ફળિયા માંથી પસાર થતી વાલ્મીકી નદીનાં કિનારે આવેલ ખુલ્લી જગ્યામાં ટોર્ચનાં અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વતી પૈસાનો હાર-જીતનો જુગાર રમે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા સ્થળ પરથી ચાર ઈસમો બેસી પત્તા પાના ઉપર પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા હોય કોર્ડન કરી ચારેય ઈસમોને જે તે સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા.
જોકે પોલીસે તમામની અંગ ઝડપી કરતા રૂપિયા 10,200/- તેમજ દાવ ઉપરના પૈસા 2,600/- મળી તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 12,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી નિતેશ ગામીતની ફરિયાદનાં આધારે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ રેડમાં જુગાર રમતા પકડાયેલ ચાર ઈસમો...
1.મેહુલભાઈ મુકેશભાઈ રાઠોડ (રહે.પુલ ફળિયું, વાલોડ),
2.અજયભાઈ દિનેશભાઈ રાઠોડ (રહે.પુલ ફળિયું, વાલોડ),
3.સાહિલભાઈ શકીલભાઈ શેખ (ઈદગાહ ફળિયું, વાલોડ) અને
4.પરેશભાઈ રાજુભાઈ રાઠોડ (ઈદગાહ ફળિયું, વાલોડ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500