મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં પોખરણ ગામની સીમમાં સ્મશાન તરફ જતાં કચરા રસ્તા ઉપર વાહન ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા વાહન પલ્ટી મારી જતા ચાલકનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામનાં દાદરી ફળિયામાં રહેતા કાર્તિકભાઈ જીતુભાઈ ગામીત નાંઓ ગત તારીખ 24/10/2023નાં રોજ પોતાનાં મિત્રો રઘુભાઈ ફતેસિંગભાઈ ગામીત અને દિલીપભાઈ લાલજીભાઈ ગામીત નાઓ સાથે બપોરના બાર વાગ્યાનાં સમયે રોડ ઉપર ઉભા હતા.
તે સમયે ફળિયામાં રહેતો શિવમભાઈ પ્રવીણભાઈ ગામીત નાંઓ પોતાના કબ્જાની ફોર વ્હીલ નંબર GJ/19/AF/0265માં તેના પિતરાઈ ભાઈ હિરેનભાઈ અરવિંદભાઈ ગામીત સાથે પોખરણ ગામે જવા નીકળ્યા હતા. તે સમયે કાર્તિકભાઈ અને તેમના બે મિત્રો પણ ફોર વ્હીલમાં બેસી ગયા હતા અને પોખરણ ગામે જવા નીકળ્યા હતા. તે દરમિયાન પોખરણ ગામની સીમમાં આવેલ સ્મશાન તરફ જતાં રસ્તા ઉપર કાચા રસ્તા પાસેના રોડ ઉપરનાં વળાંકમાં આવતાં વાહન ચાલક શિવમભાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોર વ્હીલ ત્રણ વાર પલ્ટી મારી જતાં વાહન ચાલક શિવમભાઈ ગાડી નીચે દબાઈ જતાં તેણે ગંભીર ઈજાઓ પહોંચતા 108ની મદદથી સોનગઢ સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તેણે મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે કાર્તિકભાઈ ગામીત નાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application