મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં એસ.ટી. બસ સ્ટેશન ઉપરથી એસ.ટી. બસમાંથી એક ઈસમને વગર પાસ પરમિટે ઇંગ્લિશ દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન ઉપર બસ ચેકિંગ કરતા હતા તે દરમિયાન ગુજરાત રાજ્યની એસ.ટી. બસ માલેગાવ-સુરત-બરોડાની બસ નંબર GJ/18/2578 આવતા બસમાં તપાસ કરતા પાછળની સીટ ઉપર બેસેલ એક ઈસમ ઉપર શંકા જતા પોલીસે તેની પાસે જઈ તે ઈસમનાં બાજુમાંથી ત્રણ બેગો મળી આવ્યા હતા.
જોકે બેગ તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 96 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 16,100/- અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 18,100/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, નિશાંત અમરલાલ કામનાની (હાલ રહે.અમલનેર, સાવિત્રી નિવાસ, ચોપડા રોડ, ગુરુનાનક નગર, સિદ્ધિ કોલોની, જિ.જલગાંવ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ મુદ્દામાલ કોણે ભરાવી આપ્યો હતો તે અંગે પૂછતા જાણવા મળ્યું હતું કે, નંદુરબાર ખાતે આવેલ સિદ્ધિ કોલોની ખાતે રહેતો ચીકુ ઉર્ફે વીજુ નામના ઇસમે ભરાવી આપ્યો હતો અને બારડોલી ખાતે એક ઈસમને આ દારૂનો મુદ્દામાલ પહોંચાડવાનો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500