બારડોલીનાં તાલુકાનાં બાબેન ગામનાં મિત્રો નિઝરનાં વેલદા ખાતે સબંધીની સગાઇમાં આવેલા ત્રણ મિત્રોની એક જ બાઈક પર જતાં હતા. તે સમયે આ બાઈક કારની પાછળ ભટકાતા ત્રણેયને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી 16 વર્ષીય તરુણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતનાં બારડોલી તાલુકાનાં બાબેન ગામનાં ઓમ રેસીડેન્સી રો-હાઉસમાં રહેતા હર્ષદ ગણેશ ચિત્તે (ઉ.વ.21), રાજ ઉર્ફે નિતીન પ્રવિણ પાટીલ (ઉ.વ.16) ગત તારીખ 30/05/2024નાં રોજ બારડોલીથી કેટીએમ બાઈક નંબર GJ/22/R/4600 લઇને વેલદા ગામે મનીષભાઈ ચિત્તેની સગાઈમાં હાજરી આપવા આવ્યા હતા. તે સમયે સંજનાં સમયે બંને મિત્રો બાઈક લઈને ચા પીવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં સમીરભાઈ ગણેશભાઈ પાડવી (રહે.વેલદા) મળતા તેને પણ બાઈક ઉપર બેસાડી લીધા હતા. આમ, ત્રણેય મિત્રો ચા પીવા માટે વેલદા પાણીની ટાંકી પાસે જઈ રહ્યા હતા.
તે દરમિયાન બાઇક ચાલક હર્ષદ ચિત્તેએ આગળ જતી સ્વીફટ કાર નંબર MH/39/J/1487ની પાછળ બાઈક ભટકાવી દીધી હતી. આ અકસ્માતમાં ત્રણેય મિત્રો રોડ ઉપર પટકાતા ઈજા થઈ હતી અને ઈજાગ્રસ્ત સમીર ગણેશ પાડવી તથા રાજ ઉર્ફે નિતિન પ્રવિણ પાટીલને નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તારીખ 31નાં રોજ રાજ ઉર્ફે નીતિન પ્રવિણ પાટીલનું મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માતમાં સ્વિફટ કારનાં ચાલકને કોઈ ઇજા થઈ ન હતી પરંતુ કારને નુકસાન થયું હતું. ઘટના અંગે ઇજાગ્રસ્ત હર્ષદ ચિત્તેએ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500