મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં નવા RTO ચેકપોસ્ટ ખાતે નવાપુરથી સુરત તરફ જતા ટ્રેકના સાઈડના ભાગે વગર પાસ પરમિટે વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે ત્રણ ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ નવા RTO ચેકપોસ્ટ ખાતે નવાપુરથી સુરત તરફ જતા ટ્રેકના સાઈડના ભાગે બ્લેક કલરની અડધી બાયની ટી-શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ એક ઇસમ પોતાના પાસે એક લાલ કલરનો તથા એક બ્લુ કલરનો પ્લાસ્ટિકનો બેગ રાખીને ઉભેલ છે અને જે થોડી થોડી વારે પોતાની પાસે રહેલ બેગોને લોકોની નજરથી છુપાવવાનો પ્રયત્ન કરે છે.
જેથી જેમાં કોઈક ગુનાહિત ચીજ વસ્તુ હોવા અંગેની બાતમી મળી હતી જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ઈસમને દૂરથી ઓળખી ગયા હતા અને ત્યાં પહોંચતા તે ઈસમને દૂરથી ઓળખી ગયા હતા અને આયોજન પૂર્વક કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, આકાશભાઈ ગગનદાસ રાજપાલ (રહે.નંદુરબાર, જૂની સિંધી કોલોની, તાલુ-જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની પાસેના બેગમાં શું ભરેલ છે તે પૂછતા આકાશભાઈએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બંને બેગ ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે આ મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે તે પૂછતા તેને જણાવેલ હતું કે, આ પ્રોહી. મુદ્દામાલ તેના ભાઈ જયભાઈ ગગનદાસ રાજપાલ (રહે.નંદુરબાર, જૂની સિંધી કોલોની, તા-જિ.નંદુરબાર)નાએ આપેલ હતો અને સુરત ખાતે રહેતો ફતેશ શંકરલાલ લોહાર તથા સુરત ખાતે રહેતો બીજા ઈસમ જેના નામઠામની ખબર નથી. આમ, પોલીસે વિદેશી દારૂની કુલ 78 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 46,130/- તથા 1 નંગ મોબાઈલ અને અંગ ઝડપીના રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 47,060/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે મુદ્દામાલ મંગાવનાર અને પૂરો પાડનાર સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500