સોનગઢનાં રાણીઆંબા ગામ તરફ જતા રેલવે ગરનાળા પાસે એક બાઈક ચાલક દેશી દારૂની 240 નંગ બોટલો સાથે ઝડપાયો હતો, જયારે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહી. ગુના અંગેની રેઈડમાં નીકળેલ હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રનાં લક્કડકોટ તરફથી સોનગઢ થઈ રાણીઆંબા તરફ એક બાઈક સવાર તથા તેની પાછળ બેસેલ ઈસમ પોતાની બાઈકનાં આગળનાં ભાગે તથા બાઇકની ડીકીમાં પ્રોહી મુદ્દામાલ લાવનાર છે અને બાઈકની આગળ એક પલ્સર બાઈકનો ચાલક પાયલોટિંગ કરનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસ સોનગઢથી રાણીઆંબા ગામ તરફ જતા રેલવે ગરનાળા પાસે છૂટા છવાયા વોચમાં ગોઠવાયા હતા.
તે દરમિયાન સોનગઢ તરફથી રાણીઆંબા તરફ જતા રેલવેનાં ગરનાળા પાસે એક બાઈક નંબર GJ/26/AD/2349ને આવતા જોઈ તેને લાકડીનાં ઇશારે ઉભો રખાવવાનો ઇશારો કરવા છતાં બાઇકનો ચાલક ઉભો નહીં રાખતા પોલીસ સ્ટાફનાં માણસો થોડે આગળ જઈ બાઈક ચાલકને ઉભો રખાવ્યો હતો. જોકે તે દરમિયાન પાછળ બેસલ ઈસમ બાઇક પરથી ઉતરી ભાગી છૂટ્યો હતો.
ત્યારબાદ પોલીસે ઝડપાયેલ બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, વિશાલભાઈ આનંદભાઈ રાજપુત ઉર્ફે વિશાલ રહીમ કુરેશી (રહે.શિવનગર સોસાયટી, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ પાછળ બેસલ ઈસમનું નામ પૂછતા વિશાલે તેનું નામ લડ્ડુ જણાવ્યું હતું પણ તેના પુરા નામ તેને ખબર ન હતી. ત્યારબાદ પોલીસે બાઈક પર મુકેલ કાળા કલરનાં બેગમાં તથા ડીકી ખોલી જોતા તેમાંથી વગર પાસ પરમિટે પ્રોહી. મુદ્દામાલ મળી આવ્યો હતો.
જોકે પોલીસે ફોહી. મુદ્દામાલ વિશે વધુ પૂછપરછ હાથ ધરતા તેને જણાવ્યું હતું કે, આ મુદ્દામાલ હું તથા પાયલોટિંગ કરનાર સતિષભાઈ નાથુભાઈ ખલાણે (રહે. જમાદાર ફળિયું, સોનગઢ)નાં સાથે મળી મહારાષ્ટ્રનાં લક્કડકોટના ગણેશ ગામીત જેના પુરા નામ ઠામની ખબર નથી તેણે આપ્યો હતો અને આ મુદ્દામાલ વિજયભાઈ દલુભાઈ ગામીત (રહે.વિરપુર ગામ, તા.વ્યારા)નાને આપવાનો હતો. આમ બનાવ અંગે પોલીસે દારૂની બોટલો કુલ નંગ 240 અને બાઈક મળી કુલ રૂપિયા 42,000/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ વિશાલ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે આ ચારને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500