મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં નવી કાચલી ગામની સીમમાંથી પસાર થતાં નારણપુરથી કરોડ જતા રસ્તા ઉપર એક બાઈક ચાલકે રાહદારીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં નવી કાચલી ગામની સીમમાંથી પસાર થતાં નારણપુરથી કરોડ જતા રસ્તા ઉપર ગત તા.29નાં રોજ ગોવિંદભાઈ મુકાજીભાઈ વળવી (રહે.કરોડ ગામ, નવાગામ ફળિયું, તા.ઉચ્છલ) નાએ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/S/0429ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સતીષભાઈ મોજુભાઈ વળવી નાએ ખેતરની પાસે આવેલ જાહેર રોડ ઉપર ચાલતા જતા હતા.
તે સમયે નરેશભાઈ ગોપજીભાઈ વળવી (ઉ.વ.૫૦, હાલ રહે.એ-૧૦૦૨, તાપીશ્રી ગણેશ સોસાયટી રેસીડન્સી, ગણેશપુરા, અમરોલી, સુરત, મૂળ રહે.નવી કાચલી ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ) નાને પાછળથી જોરથી બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જ્યો હતો જોકે આ અકસ્માતમાં નરેશભાઈને માથાનાં પાછળનાં ભાગે તથા મોઢાનાં ભાગે તેમજ શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે અરવિંદભાઈ ધનજીભાઈ વસાવા (રહે.નવી કાચલી ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ) નાએ તા.31નાં રોજ ઉચ્છલ પોલીસ મથકે બાઈક ચાલક ગોવિંદ વળવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500