મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના કાનપુરા રામજી મંદિર પાસે રહેતા કિરણભાઈ કિરીટભાઈ રાણા નાઓ ગત તા.24/06નાં રોજ જેતવાડી ગામની સીમમા આવેલ હનુમાનજીનાં મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે સમયે ઉકાઈ ડાબા કાંઠાની કેનાલમાં બે પ્લાસ્ટિકની મીણીયાની થેલી તણાતી દેખાતી હતી અને તેમાં લોહી જેવું દેખાતા પ્લાસ્ટિકની મીણીયાની થેલીઓ બહાર કાઢી જોતા તેમાં કોઈક પશુઓનું માંસ હોવાનું જણાય આવેલ હતું તેમજ એક પ્લાસ્ટિકની મીણીયાની થેલીમાં આશરે 15 કિલો જેટલું અને બીજી પ્લાસ્ટિકની મીણીયાની થેલીમાં આશરે 15 કિલો મળી કુલ 30 કિલો પશુનું માંસ ભરેલ મળી આવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારી ભીખુભાઈ ખડેલની ફરિયાદના આધારે તારીખ 30/06નાં રોજ વ્યારા પોલીસ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application