મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં પાંખરી ગામ થઈ સોનગઢ તરફ જનાર રસ્તા પરથી નંબર વગરની એક્સેસ બાઈક પરથી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો, જ્યારે બાઈક ચાલક ફરાર થતાં પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી બીટ વિસ્તારમાં પ્રોહી. ગુના અંગેની પેટ્રોલીગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, લક્કડકોટ તરફથી પાંખરી તરફ ડેરીવાળા રસ્તે એક કાળા કલરની નંબર વગરની એક્સેસ ટુ વ્હીલર ઉપર એક ઈસમ ઈંગ્લીશ દારૂ ભરી પાંખરી ગામ થઈ સોનગઢ તરફ જનાર છે. જે બાતમીનાં પાંખરી ગામે દૂધ ડેરી પાસે વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી એક્સેસ બાઈક આવતાં જોઈ પોલીસે તેને હાથનો ઈશારો કરતા બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈક રોડ ઉપર મિકી નજીકમાં આવેલ બાવળના ઝાડોની આડમાં છુપાઈને ભાગી છૂટ્યો હતો.
જોકે પોલીસે બાઈકના આગળના ભાગે એક સફેદ કલરનો પ્લાસ્ટીકનો કોથળો જોતા કોથળામાંથી ઈંગ્લીશ દારૂની 143 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 9,500/- હતી. આમ, પોલીસે નંબર વગરની બાઈક અને ઈંગ્લીશ દારૂ મળી કુલ રૂપિયા 29,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ ઝાલાની ફરિયાદનાં આધારે ફરાર ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500