Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં એલ.કે. રોડ પરથી દારૂનાં જથ્થા સાથે એક યુવક ઝડપાયો, એક વોન્ટેડ

  • September 17, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં એલ.કે. રોડ પરોઠા હાઉસ પાસેના જાહેર રોડ ઉપરથી નંબર વગરની મોપેડ બાઈકમાં પ્રોહી. મુદ્દામાલ લઈ જનાર યુવક ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોn મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે લક્કડકોટ ગામના તરફથી એક બ્લ્યુ કલરની નંબર વગરની બાઈક સવાર મોપેડની આગળના ભાગે તથા ડીકીનાં અંદરનાં ભાગે ચોરી છુપીથી પ્રોહી. મુદ્દામાલ લઈ આવનાર બાઈક ચાલકને ઝડપી પાડ્યો હતો.



જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મનીષ સુકાભાઈ ગાવિત (રહે.લક્કડકોટ ગામ, જૂની પાટીલ ફળિયું, નવાપુર)ના હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા અજાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મંગાવનાર નિલેશ ઉર્ફે ટાઈસન રમણભાઈ કોંકણી (રહે.હાથી ફળિયું, સોનગઢ)નાને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કુલ 72 નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 7,200/- અને 1 નંગ મોબાઈલ તથા મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 37,700/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application