Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા ખાતેની પ્રાથમિક શાળામાં આઝાદી દિવસની ઉજવણી કરાઈ

  • August 16, 2022 

બાજીપુરા ખાતે આવેલ નવયુગ વસાહ શાળા પ્રાથમિક શાળામાં શ્રી સાઈ યુવક મંડળ અને શાળાનાં સંચાલકોનાં સહયોગથી 75મો આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શાળાની અંદર ભણીને પોતાનો ભવિષ્ય ઉજ્જવળ બનાવનાર તમામ વિદ્યાર્થીઓ પોતાના ગુરૂને એક અનોખી રીતે સન્માન આપીને અને આગ્રહ કરીને શાળાના મુખ્ય શિક્ષક શૈલેષભાઈ ચૌધરીનાં હાથ નીચે ભણીને પોતાના જીવનમાં કારકિર્દી મેળવનાર તેમજ પોતાના ગુરૂને સર્વસ્વ માનીને શૈલેષભાઈ ચૌધરીને નવયુગ વસાહત પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કરવા માટે આગ્રહ કર્યો હતો.




તેમજ પોતાના ગુરૂને એક સન્માન્ય અને દેશનાં સ્વાભિમાન માટેનું કાર્ય કરવા માટે શ્રી શ્રી સાઈ યુવક મંડળનાં યુવકો તેમજ સ્થાનિકો દ્વારા શૈલેષભાઈ ચૌધરીનાં હસ્તે ઝંડો ફરકાવીને ધ્વજા રોહનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.




જોકે દર વર્ષની જેમ બાજીપુરાનાં ગામનાં લોકો દ્વારા બાજીપુરાનાં મુખ્ય સ્થળ ગ્રામ પંચાયત પાસે તમામ ગ્રામજનો દ્વારા રાષ્ટ્રગીત ગાયને તેમજ પોતાના અંદર રહેલી દેશભક્તિનો અને ગામજનોને એકતાનું ભવ્ય પ્રદર્શન કરી તિરંગા રેલી અને ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application