સોનગઢ ખાતેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં આજરોજ ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ પરંપરા અને ગુરૂનાં મહત્વ વિષય પર વિચાર ગોષ્ટી અને ગુરૂ વંદના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે રાહુલભાઈ શિમ્પી હાજર રહ્યા હતા અને ગુરૂ વશિષ્ઠ, ગુરૂ દ્રોણાચાર્ય, ગુરૂ સાંદિપની, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, બુદ્ધ જેવા ભારતીય સંસ્કૃતિનાં મહાન ગુરૂઓના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને ગુરૂનો મહિમા સમજાવ્યો હતો સાથે રાષ્ટ્ર ભક્તિ પર ભાર મુકાયો હતો.
હાલના સમયમાં વિદ્યાર્થી કાળના સમયમાં પણ જુદી જુદી રીતે રાષ્ટ્ર ભક્તિ કરી શકાય એ બાબત પણ એમણે વિવિધ ઉદાહરણ આપી સમજ આપી હતી. વધુમાં કોલેજનાં આચાર્ય ડો.આર.એ.પટેલ સાહેબે સ્વાગત પ્રવચન કર્યું હતું સાથે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500