Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં અંધાત્રી ગામે વરલી મટકાનો જુગાર રમાડનાર આશિષ ઉર્ફે વિમલ ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ

  • July 13, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં અંધાત્રી ગામનાં મહાદેવ ફળિયામાં આવેલ ખેતરાડી તરફ જતાં રસ્તા ઉપર ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડનાર એક ઈસમ પોલીસ રેઈડમાં ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.


તે દરમિયાન ફરતા ફરતા બુહારી ચાર રસ્તા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામનાં પટેલ ફળિયામાં અગાઉ જુગારમાં પકડાયેલ ઈસમ જેણે શરીર રાખોડી કલરનું કાળી ચેક ડિઝાઇનવાળું ટૂંકી બાઈનું શર્ટ તથા કમરે લાલ કલરનો હાફપેન્ટ પહેરેલ છે જે અંધાત્રી ગામે મહાદેવ ફળિયામાં આવેલ ખેતરાડી તરફ જતા રસ્તા ઉપર ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતના આંકડા ઉપર જુગાર રમાડે છે.


જે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર જઈ બાતમીવાળી જગ્યા પર જઈ રેઈડ કરતા ત્યા બાતમીવાળો ઈસમ છુટા કાગળોની કાપલીમાં બોલપેનથી કંઈ લખાણ લખતો હોય જેથી પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડી તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, આશિષ ઉર્ફે વિમલ કાળીદાસ પટેલ (રહે.અંધાત્રી ગામ, પટેલ ફળિયું, વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું.



ત્યારબાદ પોલીસે ઈસમ પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતના આંકડા ઉપર પૈસાનો હાર જીતનો જુગારના આંક લખેલ કાગળની છુટ્ટી કાપલીઓ, કોરી કાપીઓ, બોલપેન અને અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂપિયા 18,860/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ આશિષ ઉર્ફે વિમલ વિરુદ્ધ જુગાર ધારાની હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application