Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં ફૂલવાડી ગામે બે મોટરસાઈકલ સામસામે અથડાઈ અકસ્માત સર્જાતા ચાર જણા ઈજાગ્રસ્ત

  • October 13, 2022 

કુકરમુંડા તાલુકાનાં ફૂલવાડી ગામની સીમમાંથી પસાર થતો કુકરમુંડાથી બેલદાર ટાંકી તરફ જતા રસ્તા પર સમયે બે મોટરસાઈકલ પસાર થઈ રહી હતી. તે દરમિયાન બંને ચાલકોએ પોતાના કબ્જાનની મોટરસાઈકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને રસ્તાની વચ્ચે સામસામે અથડાઈ હતી જેથી બંને ચાલક સહિત ચારને ઈજા પહોંચી હતી. જોકે ઈજાગ્રસ્તોને મહારાષ્ટ્ર રાજ્યનાં નંદુરબાર ખાતે ખસેડવામાં આવ્યા હતા.




મળતી માહિતી મુજબ, કુકરમુંડાનાં ફૂલવાડી ગામની સીમમાં આવેલ સદુભાઈ મરાઠાના ખેતર પાસેથી પસાર થતો કુકરમુંડાથી બેલદાર ટાંકી તરફ જતો સ્ટેજ હાઇવે નંબર-198 ઉપરથી દીપકભાઈ કૃષ્ણભાઈ વડવી (રહે.બેજ ગામ, કુકરમુંડા)નાઓ પોતાની કબ્જાની હીરો કંપનીની ડ્રીમ યોગા મોટરસાયકલ નંબર GJ/26/J/1540 તેમજ લીલારામભાઈ ગરવરસિંગ પાડવી (રહ.ગોકુળ ફળિયું, કુકરમુંડા) નાનો પોતાના કબ્જાની યમાહા કંપનીની મોટરસાયકલ નંબર GJ/26/J/5267 પર પસાર થઈ રહ્યા હતા.




તે દરમિયાન બંને ચાલકોએ પોતાના કબ્જાની મોટરસાયકલને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની વચ્ચે મોટરસાયકલ સામસામે અથડાવી દઈને નીચે પછડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં લીલારામભાઈ પાડવીને જમણા પગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ દીપકભાઈ વળવીને પણ જમણા પગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જયારે લીલારામભાઈ સાથે મોટરસાયકલ પર સવાર દીપકભાઈ દેવસિંહભાઈ પાડવી અને સરિતાબેન દીપકભાઈ પાડવીને પણ શરીરે ઇજા પહોંચી હતી.




આમ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને 108ની મદદથી કુકરમુંડાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી ગંભીર ઇજાગ્રસ્ત લીલારામભાઈ પાડવી, દીપકભાઈ કૃષ્ણભાઈ અને દીપકભાઈ દેવીસિંહભાઈને મહારાષ્ટ્ર રાજ્યનાં નંદુરબાર ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ગરવરસિંગભાઈ નામદેવભાઈ પાડવી નાએ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application