Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં વડપાતાલ ગામે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

  • August 20, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં વડપાતાલ ગામે ગેર કાયદેસર રીતે ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં લીમડાનાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા હતા.


મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસોએ શુક્રવારનાં રોજ મોડી સાંજે, ઉચ્છલ તાલુકાનાં વડપાતાલ ગામનાં ગણેશભાઈ નંદાભાઈ ગામીત નાઓની ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં લીમડાનાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડ રૂપિયા તથા જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધરાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



જુગાર રમતા ઝડપાયેલ પાંચ જુગારીઓ...

1.રમેશ બોદલિયાભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ),

2.જૈનીશ રંજીતભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ),

3.સતીશ બાલાજીભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ),

4.સુધાકર પ્રભુભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ) અને

5.જુનેશ છોટુભાઈ ગામીત (રહે.વડપાતાલ ગામ, ઉચ્છલ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application