Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં તિતવા ગામે જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

  • August 16, 2023 

વાલોડ તાલુકાનાં તિતવા ગામે સ્વાગત પ્લાઝા શોપિંગ સેન્ટરમાંથી ગંજીપાનો જુગાર રમતા 8 જુગારીઓને રૂપિયા 83,605/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, તીતવા ગામે સુમુલ ડેરીની સામે સ્વાગત પ્લાઝા શોપિંગ સેન્ટરમાં રૂમ નંબર 384/બી-5માં કેટલાક ઇસમો જુગાર રમે છે.


જે આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા સ્થળ ઉપરથી રતનસિંહ રાજપુત, રાજેશ સંજીવદાસ, સત્વેન બર્મન, દેયવીર દાસ, પરેશ બર્મન, ચંદન સરદાર, સંજય બર્મન અને નિતેશ ખડીયા જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જોકે દાવ ઉપરનાં રૂપિયા 9,000/- અને રોકડ રૂપિયા 49,105/- તથા તથા 6 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 83,605/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application