Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Nizar : કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક સવાર બંને યુવકો ઈજાગ્રસ્ત

  • October 29, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : નિઝર તાલુકાનાં નેવાળા ગામની સીમમાંથી પસાર થતો વેલદા ટાંકીથી કુકરમુંડા જતા રોડ ઉપર એક અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બંને યુવકોને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનાં મોખખુર્દ ગામ પો.તલાઈ, તા.ધડગાવ, જિ. નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતે રહેતા સંદીપભાઈ રૂલ્યાભાઈ વસાવે (ઉ.વ.33) અને સાહુલભાઈ કાલુસિંગભાઈ નાઈક (ઉ.વ.22) બંને જણા નવસારી ખાતેથી CBZ બાઈક નંબર GJ/21/AG/6951 લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.




તે સમયે નિઝરનાં નેવાળા ગામની સીમમાંથી પસાર થતો વેલદા ટાંકીથી કુકરમુંડા જતા રોડ ઉપર એક ઈનોવા કાર નંબર MH/03/AM/9500નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને અડફેટે લેતાં અક્સ્માર સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર સંદિપભાઈનાં માથાનાં ભાગે અને સાહુલભાઈનાં બંને પગનાં ભાગે ફેકચર થયું હતું, જયારે આ અકસ્માત સર્જી ઈનોવા કારનો ચાલક પોતાના કબ્જાની કાર સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે રૂલ્યાભાઈ વસાવેએ ગત તા.25નાં રોજ નિઝર પોલીસેને ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application