Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર : અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત

  • June 09, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝર તાલુકાનાં પિપલોદ ગામનાં સીમમાં બુધવારનાં રોજ શરદભાઈ ભરતભાઈ વળવી પોતાના કબ્જાની બાઈક નંબર MH/18/S/7138ને લઈ પસાર થતાં હતા તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક ચાલક શરદભાઈને અડફેટે લેતાં અકસ્માત સર્જ્યો હતો. જયારે આ અકસ્માતમાં શરદભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઈશ્વરભાઈ ગુલુભાઈ ઠાકરે (રહે.પિપલોદ ગામ, નિઝર)ની ફરિયાદનાં આધારે નિઝર પોલીસે ફરાર થયેલ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application