Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા સ્થિત કે.કે.કદમ શાળા ખાતે સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન કરવા પ્રેરતિ વિવિધ પ્રવૃતિઓ યોજાઇ

  • November 18, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ને અનુસંધાને સમગ્ર રાજ્યમાં વધુમાં વધુ મતદાન થાય તે અન્વયે સ્વીપ એક્ટીવીટીઝ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ છે. ત્યારે તાપી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ અવનવી પ્રવૃતિઓ દ્વારા મતદારોને મતાધિકારના મહત્વ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે તાપી જિલ્લાના વ્યારા સ્થિત કે.કે.કદમ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે પ્રિન્સીપાલના નેતૃત્વમાં મહેંદી, મતદાન જાગૃતિ ગીત, રંગોળી અને મતદાન જાગૃતિ રેલી જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.



આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડી.ડી.ઓ. સહિત ર.ફ.દાબુ કેળવણી મંડળના સભ્યોના હસ્તે મતદાન જાગૃતિ રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે શાળા ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા મહેંદી દોરવાની પ્રવૃતિ જેમાં મતદાન કરવા પ્રેરિત કરતા સુત્રો શિક્ષિકાના માર્ગદર્શન હેઠળ મહેંદી દ્વારા હાથમાં દોરવામાં આવ્યા હતા. ચૂંટણીલક્ષી દરેક સંદેશાઓ અને મહેંદીની ઝિણવટ ભરી ડિઝાઇનની જિલ્લા કલેક્ટરશ્રી અને ડી.ડી.ઓ.એ ખાસ સરાહના કરી હતી.




આ ઉપરાંત શાળાના શિક્ષક દ્વારા લેખીત મતદાન જાગૃતિ ગીત “ઘર સે નિકલ કર સબકો વોટ કરના હોગા...” જેને વિદ્યાર્થીનીઓએ સુરીલા અવાજમાં પ્રસ્તુત કર્યો હતો. જેના માટે વિદ્યાર્થીનીઓ અને શિક્ષકની પ્રતિભાને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત શાળાના પટાંગણમાં વિવિધ સુત્રો અને રંગોના માધ્યમથી રંગોળીઓ દોરાવી મતદાન કરવા આગ્રહ કરતી કલાકૃતિઓ શિક્ષિકાના નેતૃત્વમાં વિદ્યાર્થીનીઓને બખુબી દર્શાવી હતી. તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને જાગૃત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય રીતે વિવિધ વિભાગોના સહયોગથી પ્રવૃતિઓ દ્વારા મતદાન અંગે પ્રેરિત કરી રહી છે. આ પ્રસંગે કે.કે.ક્દમ કન્યા વિદ્યાલયના શિક્ષણગણ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application