ઉચ્છલ-નિઝર ધોરી માર્ગ પર ખોડદા ગામના થોડા દિવસો પહેલા એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા પાછળ બેસેલી વૃદ્ધા ગંભીર રીતે ઘવાઇ હતી. જેમનું હાલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નિઝર તાલુકાનાં ખોડદા ગામનાં રહેવાસી સુગીબેન રેહમાભાઈ પાડવી (ઉ.વ.60)નાઓ ગત તા.15 નારોજ તેમના જ ગામના રહેવાસી બાહદૂર ભાઈ સાથે મોટરસાઇકલ નંબર GJ/05/DH/3772 પર બેસીને દેવલપાડાથી પોતાના ગામે આવી રહ્યા હતા.
તે દરમિયાન ખોડદા ગામનાં બસ સ્ટોપ પાસે ઉચ્ચલ-નિઝર રોડ ઉપર કોઈ અજાણ્યા સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડીનાં ચાલાકે પોતના કબ્જાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને મોટરસાઇકલને ટક્કર મારી દેતા બાઈક સવાર સુગીબેનને રોડ પર પાડી દઈને માથાના ભાગે ગંભીર ઇજા પોહચાડી તથા જમણા હાથના ભાગે ઇજા પોહચાડી હતી.
જયારે ઇજાગ્રસ્ત સુગીબેનને સારવાર માટે નિઝર ખાતે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર અર્થે નજીકમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતે મોકલેલ ત્યાંના ડોક્ટરે સુગીબેનનું સીટી સ્કેન કરતા ડોક્ટરે વધુ સારવાર માટે સુરત નવી સિવિલ ખાતે લઈ જવા જણાવતા તેમને સુરત ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થતાં મરણ જનારનાં પુત્ર દ્વારા અજાણ્યા વાહન ચાલાક સામે નિઝર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500