સોનગઢના દુમદા ગામના વિસ્તારમાં બુલેટ ચાલકને રોકી તેની આંખમાં મરચાની ભૂકી નાંખી ગળામાંથી સોનાની ચેઈન લુંટી બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે સોનગઢ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી લુટારુઓને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ઉખલદા ગામના દાદરી ફળીયામાં રહેતા ગોવિંદભાઈ સરાભાઈ ચૌધરી સુગર ફેક્ટરી માટે શેરડી કામના મજૂરોની ટુકડી શોધી આપી કમીશન ઉપર કામ કરે છે. તા.૨૧મી નવેમ્બર નારોજ આશરે સવા ચારેય વાગ્યાના સુમારે પોતાના અંગત કામકાજ માટે સોનગઢ આવવા માટે પોતાની બુલેટ પર દુમદા ગામના જંગલ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા.
તે દરમિયાન પાછળથી એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યો ઈસમો મોઢા ઉપર કાપડ બાંધી આવેલ અને રહેત ગોવિંદભાઈ ચૌધરીને હાથના ઇશારો કરી બુલેટ ગાડી ઉભી રાખવા ઈશારો કરતા રોડની બાજુમાં બુલેટ ગાડી ઉભી રાખી હતી. તે સમયે મોટરસાયકલ પાછળ બેસેલ ઈસમ નજીક આવી કહેલ કે, તારા મુકરદમનો નંબર આપો તેમ પૂછતાં ગોવિંદભાઈ ચૌધરીએ તેમને જણાવેલ કે તમે કયા ગામના છો ?તેમ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમે બંને જણા બેડી ગામના છીએ તેમ કહી અચાનક તેના હાથ માની મરચાની ભૂકી ગોવિંદભાઈની આંખમાં નાખી ગળામાં પહેરેલ સોનાની ચેન આશરે ત્રણ તોલાની જેની (કિંમત આશરે ૬૦ હજાર)ની ચેઈન ખેંચીને ભાગી છુટ્યા હતા.બનાવ અંગે ગોવિંદભાઈ ચૌધરીએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.જેમની ફરિયાદના આધારે બાઈક પર આવેલા બને અજાણ્યા લુટારુઓ સામે પોલીસે ગુનો નોંધી તેઓને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application