Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : રીક્ષામાં બનાવેલ ચોરખાનામાંથી દારૂનાં જથ્થા સાથે યુવક ઝડપાયો, નવાપુરનો ઈસમ વોન્ટેડ

  • October 29, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં ટીચકપુરા બાયપાસ ત્રણ રસ્તા પાસેનાં જાહેર રોડ ઉપરથી વગર પાસ પરમીટે એક રીક્ષામાંથી દારૂનાં જથ્થા સાથે એક યુવક ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ પોતાના કબ્જાનો છકડા રીક્ષામાં ચોરખાનુ બનાવી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરી નવાપુરથી નીકળેલ છે અને તે બારડોલી તરફ જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ટીચકપુરા બાયપાસ ત્રણ રસ્તા પાસેનાં રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન રીક્ષા નંબર GJ/26/T/0362ને આવતાં જોઈ હાથનો ઈશારો કરી ઉભું રખાવ્યું હતું.




ત્યારબાદ પોલીસે રીક્ષા ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ આકાશ ઉર્ફે આકા રવીન્દ્ર ગાવીત (રહે.સાવરટ ગામ, મોટું ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે રીક્ષામાં તપાસ હાથ ધરતા વચ્ચેની શીટ નીચે તથા પાછળની શીટ નીચે બનાવેલ ચોરખાનામાં જોતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો તથા બીયરની મળી કુલ 332 નંગ બોટલો મળી આવી હતી. જોકે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો રામદાસ વસાવે (રહે.સાવરટ ગામ, મોટું ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાએ ભરાવી આપેલ હતો.




આમ, પોલીસે દારૂ તથા બીયરની બોટલ જેની કિંમત રૂપિયા 29,750/- અને છકડો રીક્ષા જેની કિંમત રૂપિયા 40,000/- તથા 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 71,750/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે મુદ્દામાલ ભરી આપનાર રામદાસ વસાવેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application