મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં કટાસવાણ ગામની સીમમાં આવેલ બેડકીનાકા ચેક પોસ્ટ પરથી કારમાંથી વગર પાસ પરમીટે દેશી દારૂની બોટલો મળી આવતાં કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ સવારનાં સમયે કટાસવાણ ગામની સીમમાં આવેલ બેડકીનાકા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા.
તે દરમિયાન નવાપુર તફરથી આવતી એક સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર MH/05/AX/7989ને આવતાં જોઈ કારને રોકી કાર ચાલકને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ પ્રમોદ બાબુભાઈ મહાજન (રહે.સોનગીર ગાવ, બજરંગ ચોક, તા.જિ.ધુલિયા, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારની પાછળની ડીકી જોતા એક ખાખી કલરનું પુંઠાનું બોક્સ મુકેલ હતું. જોકે બોક્સમાંથી દેશી દારૂની કુલ નંગ 38 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 2,660/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે કાર ચાલક પ્રમોદ મહાજન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500