Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Valod : ડમ્પરની પાછળ બાઈક અથડાતા દેગામા ગામનાં યુવકનું મોત

  • July 20, 2022 

વાલોડ તાલુકાનાં ગોલણ ગામની સીમમાંથી પસાર થતાં વાપી શામળાજી હાઇવે પર ડમ્પર ટ્રક અચાનક રસ્તાની વચ્ચે ઊંભુ રાખી દેતા પાછળથી આવતા બાઈક સવાર ડમ્પરની પાછળનાં ભાગે અથડાતાં 26 વર્ષીય યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.





સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોલણ ગામની સીમમાંથી પસાર થતાં વાપી શામળાજી સ્ટેટ હાઇવે ઉપર હથુકા બસ સ્ટેન્ડથી બુહારી તરફ જતાં રોડ  પર અજયભાઈ રાકેશભાઈ ગામીત (ઉ.વ.21, રહે.દેગામા ગામ, હળપતિવાસ, વાલોડ) નાઓ પોતાની હોન્ડા યુનિકોન મોટર સાયકલ નંબર GJ/26/J/4470 લઈને ગોલણ ગામની સીમમાં આવેલ HIL સિમેન્ટ બ્લોક કંપનીમાં મજૂરી કામે જતા હતા.




તે સમયે રસ્તામાં ગોલણ ગામની સીમમાં ટાટા કંપનીનો ડમ્પર ટ્રક નંબર GJ/03/AZ/8340નાં ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અચાનક રોડની વચ્ચે લાવી ડમ્પર ટ્રકને અચાનક બ્રેક મારી ઉભો રાખી દેતા પાછળથી આવતા અજયભાઈ પોતાની હોન્ડા યુનિકોન મોટર સાયકલની સાથે ડમ્પરની પાછળના ભાગે અથડાઈ હતી.




જેથી અજયભાઈને શરીરે મોઢાનાં ભાગે તથા ગળાનાં ભાગે અને જમણા હાથ ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે ડમ્પર ટ્રકનો ચાલક પોતાનો ડમ્પર સ્થળ ઉપર છોડીને નાસી છૂટ્યો હતો. બનાવ અંગે વાલોડ પોલીસ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application