વ્યારા તાલુકાનાં વીરપુર ગામની સીમમાં બારડોલી કોલેજમાં ફી ભરવા જઇ રહેલા બે યુવકોની બાઈક ડિવાઇડર સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે બાઈક પાછળ બેસેલ યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલકને માથા તેમજ શરીરનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉચ્છલ તાલુકાનાં કુભરાડ ગામમાં ડુંગરી ફળિયામાં સાગરભાઇ શંભુભાઈ વસાવા તેમજ હર્ષદભાઈ ઈશ્વરભાઈ વસાવા તેમના પરિવારો સાથે રહે છે. જોકે ગત તા.20 નારોજ સાગરભાઇ વસાવાએ બારડોલી કોલેજમાં પહેલા વર્ષમાં એડમિશન લીધું હતું. જેની ફી ભરવા માટે બારડોલી કોલેજ જવાના હતા.
જેથી તેમણે તેમના મિત્ર હર્ષદભાઈ ઇશ્વરભાઇ વસાવાને સાથે પ્લસર બાઈક GJ/05/PF/8623 પર બારડોલી જવા નીકળ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે નંબર-53 ઉપર વ્યારા તાલુકાની વિરપુર ગામની સીમમાંથી બપોરના સમયે પસાર થતા હતા. ત્યારે સાગર વસાવાએ બાઈકનાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં ડિવાઈડર સાથે અથડાવી દીધા હતા.
તેમજ બાઈક રોડ પર પટકાતા તેની ઉપર બેઠેલા બંને યુવકો નીચે પટકાતા પાછળ બેસેલ હર્ષદભાઈ ઈશ્વરભાઈ વસાવા (ઉ.વ.18) નાને મોઢા તેમજ માથાનાં ભાગે ઇજા થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક સાગર વસાવા (ઉ.વ.17) નાને પણ ઇજા પહોંચતા તેને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500