મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ નગરમાંથી જુગાર રમાડનાર એક મહિલા પોલીસ રેડમાં ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ ગુનામાં સામેલ એક ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શનિવારનાં રોજ સાંજનાં સમયે પેટ્રોલીગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢનાં હાથી ફળિયામાં રહેતી સોનલબેન સુરેશભાઈ પટેલ જે પોતાનાં ઘરના ઓટલા ઉપર બેસી મુંબઈથી નીકળતા વરલી મટકાના હાર જીતનાં આંકડા ઉપર જુગાર રમાડે છે.
જે બાતમીનાં આધારે બાતમી વાળી જગ્યાએ જઈ જોતા ત્યાં ઓટલા ઉપર બેસી કંઈક લખતા જણાતા પોલીસે બેનને કોર્ડન કરી ત્યાજ રોકી લીધા હતા અને તે મહિલાને પૂછપરચ કરતા જાણવા મળેલ હતું કે, મુંબઈથી નીકળતા વરલી મટકાના હાર જીતનાં આંકડા લખી જુગાર રમાડવાનું જણાવેલ હતું. ત્યારબાદ પોલીસે મહિલાનું નામ પૂછતા તેને પોતાનું નામ, સોનલબેન સુરેશભાઈ પટેલ (રહે.હાથી ફળિયું, સોનગઢ)નાહોવાનું જણાવ્યું હતું.
વધુમાં પોલીસે મુંબઈથી નીકળતા વરલી મટકાના હાર જીતનાં આંકડા લખવા બાબતે પાસ પરમિટની માંગણી કરતા સોનલબેન એ પોતાની પાસે કોઈપણ પ્રકારની પરમિટ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે જુગાર રમવાના સાધનો અને મોબઈલ મળી કુલ રૂપિયા 5,740/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જયારે મોબાઈલમાં તપાસ કરતા વોટ્સઅપ મેસેજમાં જોતા અંગ્રેજીમાં JAYESH SHIMPI લખેલ હતું અને કોરા આગળમાં આંકડા લખેલ કાપલીનો ફોટો પાડી મોકલેલ હતો, જેથી આ ગુનામાં સામેલ જયેશભાઈ મોહનભાઈ શિમ્પી (રહે.હાથી ફળિયું, સોનગઢ) નાનો હાજર ન મળી આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરેલ હતો. બનાવ અંગે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500