Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : દેશી દારૂ અને ગોળ મહુડા પાણીનાં રસાયણ સાથે મહિલા ઝડપાઈ

  • September 06, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ચીમકુવા ગામમાંથી દેશી દારૂ તથા ગોળ મહુડા વોશનાં રસાયણ સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પ્રોહી. સ્કોડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગેની રેડમાં નીકળ્યા હતા.




તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે સોનગઢનાં ચીમકુવા ગામના, પટેલ ફળિયામાં રહેતી સુલાબેન રવિશભાઈ ગામીતનાં ઘરેથી વગર પાસ પરમીટે દેશી દારૂ ગોળ-પાણીનો વોશ અને મહુડાનો-વોશ (રસાયણ)નાં મુદ્દામાલ સાથે સુલાબેન ગામીતને પોલીસ રેડમાં ઝડપી પાડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ બિશ્નોની ફરિયાદનાં આધારે દેશી દારૂ અને ગોળ મહુડાનો-વોશ બનાવવાના રસાયણ સાથે ઝડપાયેલ મહિલા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application