Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં મિશનનાકા ખાતે ટ્રાવેલ્સ બસ અડફેટે શિક્ષકનું મોત નીપજતાં શિક્ષકગણમાં શોકની લાગણી પ્રસરી

  • October 04, 2022 

વ્યારા નગરનાં મિશન નાકા વિસ્તારમાં ચાલવા માટે નીકળેલા શિક્ષકનું ટ્રાવેલ્સ બસ અડફેટે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જેને લઇ શિક્ષકગણમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, વ્યારાના જુનું ઢોડીયા વાડ દુધ ડેરીની સામે રહેતા શિક્ષક વનેશભાઇ ચેતનભાઇ ઢોડીયા, તા.૦૨/૧૦/૨૦૨૨ કલાક-૧૯/૧૫ વાગ્યાના અરસામાં રોજના રૂટીન મુજબ ટાઉનમાં મિશન નાકા પાસે ચાલવા માટે નિકળેલ હતા અને નહેર તરફથી ચાલતા ચાલતા મિશન નાકા તરફ આવતા હતા.




ત્યારે ટ્રાવેલ્સ બસ રજી નંબર જીજે/૦૨/વીવી/૯૨૦૬ના ચાલક આરોપી યોગેશભાઇ સુખાભાઇ ચૌધરી (રહે.કુંભીયા ગામ, તા.વાલોડ જિ.તાપી) નાએ પોતાના કબ્જાની ટ્રાવેલ્સ બસ પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી યુ-ટર્ન લેતા શિક્ષક વનેશભાઇ ઢોડીયાને અડફેટે લેતા શિક્ષકનું ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું, બનાવ અંગે ટીલાંશાબેન વનેશભાઇ ચેતનભાઇ ઢોડીયા પટેલની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે ટ્રાવેલ્સ બસનાં ચાલક યોગેશચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application