સોનગઢ તાલુકાનાં ખરસી ગામની સીમમાં ડોસવાડા બંધારપાડા રોડ ઉપર પુરઝડપે પસાર થતી બાઈક ખાડામાં પડતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઇડે સાઈનબોર્ડ સાથે બાઈ ટકરાતા ગંભીર રીતે ઘવાઈ ચાલકનું મોત નીપજ્યું હતું. જોકે સાથી મિત્રને ઇજા થઇ હતી જયારે વાલોડનાં વેડછી ખાતે રહેતો પરિણીત યુવક મિત્રો જોડે સોનગઢ દશેરાના મેળામાં ગયો હતો.
પોલીસ પાસે પ્રાપ્ત વિગત મુજબ, વાલોડ તાલુકાનાં વેડછી ગામે નદી ફળિયામાં પરિવાર સાથે રહેતો ત્રણ વર્ષના બાળકનો પિતા હિતેશ રમેશભાઈ ગામીત (ઉ.વ.24) ગતરોજ સોનગઢ તરફ દશેરાના મેળામાં ફળિયામાં રહેતો મિત્ર વિવેક જોતિષભાઈ ગામીત સાથે પોતાની હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/26/E/8421 લઈને નીકળ્યો હતો.
જ્યાંથી તેઓ ડોસવાડા થઇ બંધારપાડા રસ્તેથી પરત થઇ રહ્યા હતા. ત્યારે અન્ય ત્રણથી ચાર બાઈક પર આસપાસનાં ગામે રહેતા અન્ય મિત્રો પણ સાથે હતા. જોકે તેઓ આગળ નીકળી ગયા હતા. જેથી હિતેશે પૂરઝડપે બાઈક હંકારતા સોનગઢના ખરસી ગામની સીમમાં રસ્તા ઉપર પડેલા ખાડામાં બાઈકનું ટાયર પડતા તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઈટ પર સાઇન બોર્ડમાં બીક ઘુસાડી દેતા, હિતેશ ગંભીર રીતે ઘવાયો હતો.
તેમજ તેને મોઢાના ભાગે અને કપાળે ગંભીર ઇજા થતા, મોતને ભેટ્યો હતો. મિત્ર વિવેક ગામીત પણ શર્રીરે નાની મોટી ઇજા થઇ હતી. વિવેક ગામીતે સોનગઢ પોલીસ મથકે બાઈક ચાલક મિત્ર હિતેશ ગામીત સામે અકસ્માત મોતના ગુનાની ફરિયાદ આપી હતી. જોકે વરસાદ બાદ જર્જરિત થયેલા રસ્તા પર ખાડા પુરાણની કામગીરી થઇ હોત, તો અકસ્માત નિવારી શકતે, જેથી રોડની મરામત વહેલી તકે થાય એ, જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500