Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ : કારમાંથી દારૂનાં જથ્થા સાથે આનંદપુર ગામનો ઈસમ ઝડપાયો, બે વોન્ટેડ

  • November 14, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં પાંખરી ગામની સીમમાંથી પસાર થતી એક કારમાંથી દારૂનાં જથ્થા સાથે આનંદપુર ગામનાં ઈસમને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં પાખરી ગામની સીમમાં આવેલ ભારત પેટ્રોલીયમ પેટ્રોલપંપ પાસે જાહેરમાંથી આજરોજ સવારનાં સમયે વગર પાસ પરમીટે કાર નંબર GJ/05/JD/5767માં અલગ-અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ અને દેશી દારૂની નાની-મોટી કુલ 312 નંગ બોટલો સાથે જગુભાઈ કાથુડીયાભાઈ ગામીત (રહે.આનંદપુર ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ) નાને ઝડપી પાડ્યો હતો.


જયારે આ મુદ્દામાલ આપનાર હીરા વાઈન શોપ ઉપર હાજર અજાણ્યો ઈસમ જેના નામ સરનામાની ખબર નથી તેમજ વાલોડનાં રોયલ પાર્કનાં અયાશ ઉર્ફે માંજરો રસીદ શેખ મળી બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, તાપી LCB પોલીસે દારૂની બોટલો, 1 નંગ મોબઈલ અને કાર મળી કુલ રૂપિયા 2,24,200/-નાં મુદ્દામાલ સાથે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે જણાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application