વાલોડ તાલુકાનાં શાહપોર ખાતે મંદિર ફળિયામાં રહેતા અજયભાઈ કાનજીભાઈ હળપતિનાં પિતા કાનજીભાઈ નગીનભાઈ હળપતિ કે જેઓની ઉંમર 55 વર્ષનો હતી અને તેઓ ગત તા.17નાં રોજ સાંજનાં સમયે ફળિયામાં આવેલ મારવાડીની દુકાને કાનજીભાઈ સામાન લેવા ગયેલ હતા. તે દરમિયાન ફળિયામાં રહેતો રાકેશ ચંપકભાઈ હળપતિ નાઓએ કાનજીભાઈ સાથે ગાળાગાળી કરી કાનજીભાઈને એક તમાચો મારી દેતા કાનજીભાઈ રોડ ઉપર પડી ગયા હતા અને રોડનો માર વાગતા બેભાન થઈ ગયા હતા. બનાવ અંગે અજયભાઈને જાણ કરતા સ્થળ પર આવ્યા હતા જેથી બેભાન અવસ્થામાં તેમને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ કાનજીભાઈ ભાનમાં આવતા બનાવ બાબતે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, શંકર મારવાડીની દુકાન ઉપરથી કરિયાણાનો સામાન લઈ ઘરે જતા હતા.
તે સમયે સામેથી આવતા રાકેશ ચંપકભાઈ હળપતિએ રસ્તામાં રોકી મન ફાવે તેવી ગાળો બોલતો હોય રાકેશને ગાળો ન બોલવા ના પાડતા ઉશ્કેરાઇ જઈ રાકેશે કાનજીભાઈને ગાલના ભાગે જોરથી તમાચો મારતા રોડ પર પડી ગયા હતા. તેમજ તેમને માથામાં માર લાગ્યો હતો આ બનાવ બન્યા બાદ કાનજીભાઈને સવારમાં 6:00 વાગ્યાના સુમારે ઉઠાડતા તેઓ ઉઠ્યા ન હતા, જેથી 108 પર ફોન કરતા વાલોડ સરકારી દવાખાને 108ની મદદથી નજીભાઈને આવેલા હતા અને ત્યાંથી વાલોડના તબીબે વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. ત્યારબાદ વ્યારા જનરલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસે આરોપી રાકેશ હળપતિની ધરપક કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application