વાલોડ તાલુકાનાં ગોડધા ગામે રહેતા આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું હતું અને ગોડધા ખાતે રહેતા અને પુત્રીનાં અભ્યાસ અર્થે હાલ અવધ લાઇફ સ્ટાઇલ બાબેન ખાતે રહેતા પ્રીતિબેન બકુલભાઈ પટેલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે તેમની પુત્રી બેચરલ ઓફ આર્કિટેકમાં માલિબા કોલેજ ખાતે અભ્યાસ કરતી હોય, તેઓ ગોડધાથી બારડોલી ખાતે બાબેનમાં અવધ લાઇફ સ્ટાઇલમાં મકાન રાખી રહેતા હતા. જોકે સવારનાં 8 વાગ્યાનાં સુમારે તેઓ બાબેન હાજર હતા.
ત્યારે તેમના ગામના ઓળખીતા એવા મનોજભાઈ તથા મનીષભાઈ તથા ધર્મેશભાઈનાઓ તેમના ઘરે આવેલ અને જણાવેલ કે, તેમના પતિ બકુલભાઈ મગનભાઈ પટેલ ગોડધા ગામે કોઈ ઝેરી દવા પી લેતા મરણ ગયેલ છે તેવી વાત કરતા તેઓની સાથે ગોડધા મુકામે આવ્યા હતા. જયારે ગામની સીમમાંથી સ્મશાન થઇ નદી તરફ જતા કાચા રોડ પાસે બકુલભાઈ મરણ ગયેલ હાલતમાં લાશ પડેલ હતી અને તેની નજીકમાં જ એક સફેદ કલરની બાટલી પડેલ હતી.
જે બાટલી ઉપર નામ જોતા પેરાકોર્ટ નામની જંતુનાશક દવાની બાટલી હતી અને તે અને તે દવા પી લેતા મરણ પામ્યા હતા. જોકે સ્થાનિક લોકોનાં જણાવ્યા મુજબ સવારે 7 વાગ્યાનાં અરસામાં બકુલભાઈએ દવા પી લેતા તેઓ તરફડિયા ખાતા હતા તે સમયે કોઈક મજૂરે તેઓને જોઈ જતા ગામમાં આવી લોકોને જાણ કરેલ હતી અને ગામ લોકો પહોંચે તે પહેલા બકુલભાઈનું મરણ થયું હતું હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500