મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ તાલુકાનાં શિકેર ગામે એક ઈસમ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો ઝડપાતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો બુધવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, શિકેર ગામનાં મોચી ફળિયામાં એક ઈસમ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા એક ઈસમ હાજર મળી આવ્યો હતો. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સંતોષભાઈ ઉર્ફે સતીષ છનાભાઈ રાઠોડ (રહે.શીકેર ગામ, મોચી ફળિયું, વાલોડ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઈસમને સાથે રાખી તેના ઘરની તપાસ કરતા એક પ્લાસ્ટીકની થેલીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 21 બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી વિનોદભાઈ સાસલાની ફરિયાદનાં આધારે સંતોષ ઉર્ફે સતીષ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500